Skip to main content
Settings Settings for Dark

દાહોદ: મંગલ મહુડી સ્ટેશન પાસે માલગાડીના 13 વેગન ખડી પડ્યા

Live TV

X
  • દાહોદ નજીક મંગલ મહુડી સ્ટેશન પાસે માલગાડીના તેર વેગન ખડી પડતાં દિલ્લી તરફના રેલ વ્યવહારને અસર થઈ છે. અકસ્માતને પગલે દોઢ કિલોમીટર જેટલા રેલ્વે ટ્રેક ક્ષતિગ્રસ્ત થયા છે અને વીજળીના ઓવરહેડ વાયર પણ ઠેર- ઠેર તૂટી પડ્યા છે. પરિણામે સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનને સલામત સ્ટેશને થોભાવી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ મોટી ક્રેનો મંગાવીને ખડી પડેલા વેગન હટાવવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી એક તરફનો ટ્રેન વ્યવહાર શરૂ કરી શકાય. પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનની યાદી જણાવે છે કે, લાંબા અંતરની ૩૦ જેટલી ગાડીઓને મહારાષ્ટ્ર, મધ્યપદેશ અને રાજસ્થાનમાંથી વૈકલ્પિક રુટ ઉપરવાળી દેવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply