Skip to main content
Settings Settings for Dark

દિવ્યાંગજનો GSRTC બસમાં રાજ્ય બહારના રૂટ પર વિનામૂલ્યે મુસાફરી કરી શકશે

Live TV

X
  • રાજય સરકારે દિવ્યાંગોને ગુજરાત GSRTCની બસમાં રાજય બહારના રૂટ ઉપર વિનામૂલ્યે મુસાફરીનો મહત્વના નિર્ણયો લીધા છે.શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરમાં જણાવ્યું હતું કે,રાજયની GSRTC બસમાં રાજય બહારના રૂટ ઉપર દિવ્યાંગો જે-તે રૂટ ઉપર છેલ્લા સ્ટેશન સુધી વિના મૂલ્યે મુસાફરી કરી શકશે.અત્યાર સુધી માત્ર રાજયમાં કોઇપણ સ્થળની મુસાફરી માટે દિવ્યાંગોને GSRTCમાં વિનામૂલ્યે પ્રવાસનો લાભ મળતો હતો.GSRTC દ્વારા રાજયની બહાર 168 રૂટ પર બસ ચલાવવામાં આવે છે.શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજયમાં બસ દ્વારા મુસાફરી કરતા નાગરીકોને વધુ સુવિધા આપવા માટે 151 નવી બસો શરૂ કરાશે.તેમને જણાવ્યું કે GSRTCને 500 સુપર એક્સપ્રેસ,300 લકઝરી તથા 200 સ્લીપર કોચ મળી નવી એક હજાર બસ ખરીદવા વર્ષ 2021-22માં 310 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply