નડિયાદ: ડો.એન.ડી દેસાઈ હોસ્પિટલમાં 5 વર્ષની બાળકીની પિનલના યુરિન માર્ગની સફળ સર્જરી
Live TV
-
ખેડા જિલ્લાના મહુધામાં રહેતા ચંદ્રકાન્ત વાઘેલાની પાંચ વર્ષની દીકરીને યુરિનના માર્ગમાં સોજો આવી ગયો હતો. જેથી બાળકીના માતા પિતા બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા.
ખેડા જિલ્લાનું વડુમથક નડિયાદની ડો.એન.ડી દેસાઈ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરમાં પાંચ વર્ષની બાળકીની પિનલના યુરિન માર્ગની સફળ સર્જરી કરવામાં આવી છે. બાળકીના યુરિન ભાગમાં foreign body (માથામાં નાખવાની પિન) ફસાઈ ગઈ હતી. ઓપરેશન કરીને આ ફોરેન પાર્ટીકલને દૂર કરવામાં આવ્યો છે અને બાળકીને પીડામાંથી મુક્તિ આપી છે. બાળકી હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતા બાળકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ખેડા જિલ્લાના મહુધામાં રહેતા ચંદ્રકાન્ત વાઘેલાની પાંચ વર્ષની દીકરીને યુરિનના માર્ગમાં સોજો આવી ગયો હતો. જેથી બાળકીના માતા પિતા બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા. ગાયનેક વિભાગના વડા ડો.ચિંતન ઉપાધ્યાયે બાળકીની તપાસ કરી હતી. તપાસ પરથી જાણવા મળ્યું હતું કે, બાળકીના યુરિન માર્ગમાં ફોરેન પાર્ટીકલ ફસાઈ ગયેલ છે. ડો.એન.ડી .દેસાઈ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર ધર્મસિહ દેસાઈ યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે. રાજ્યભરમાંથી દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. તમામ રહેવાનું અને જમવા સાથે દર્દીઓની સારવાર અને ઓપરેશન તદ્દન ફ્રીમાં કરવામાં આવે છે.
