નર્મદા જિલ્લાના ત્રણ ગામોમાં ચૂંટણી યોજાઇ
Live TV
-
ગ્રામપંચાયતની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે તે માટે તંત્ર દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી.
નર્મદા જિલ્લામાં ત્રણ ગામની ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કુંવરપરા ગ્રામપંચાયતની ચૂંટણી આઝાદી બાદ પ્રથમ વાર યોજાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કુંવરપુરા ગામને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો અત્યાર સુધી લડત લડતા રહ્યા છતાં પણ નહોતો મળ્યો. જેઓ ની ઉગ્ર રજૂઆત બાદ 35 વર્ષની લડત બાદ 19 ઓક્ટોબરે અલગ ગ્રામપંચાયતનો દરજ્જો મળ્યો. પરંતુ એક ગ્રામપંચાયત પૂર્ણ કરવા જરૂરી વસ્તીના ધોરણે ભચરવાળા ગ્રામપંચાયત માંથી નવી વસાહતને અલગ કરી કુંવરપુરા ગ્રામપંચાયતમાં સમાવેશ કરવામાં આવ્યો. ત્યારે આજે વહેલી સવારથી જ ગ્રામપંચાયત ચૂંટણીમાં પ્રથમ વાર વોટ આપવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગ્રામજનો દ્વારા સારા સરપંચ ચૂંટી લાવી ગામનો વિકાસ થાઈ જેવી આશા સેવી રહ્યા છે, સાથે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ ગામનો વિકાસ થાય માટે પોતાની ગ્રાન્ટ માંથી પણ રોડ રસ્તા અને પાણીની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. આજે ત્રણે ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે થાય જે માટે તંત્ર દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.