પાલનપુર મેડિકલ કોલેજનું સ્વપ્ન પૂર્ણ થવાના આરે
Live TV
-
કોલેજમાં જરૂરી સુવિધાઓ અને સાધનોના નિર્માણ થઈ જાય ત્યાં સુધી જ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલનો ઉપયોગ કરાશે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લાવાસીઓનું મેડિકલ કોલેજનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. પરંતુ બનાસ ડેરીના સંસ્થાપક સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડિકલ કોલેજ માટે ચાર વર્ષ સુધી પાલનપુર સિવિલ હોસ્પિટલનો ઉપયોગ થનાર હોઈ કેટલાક તત્વો એવો અપ પ્રચાર ફેલાવી રહ્યા છે કે સિવિલ હિસ્પિટલનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ પ્રેસ કોંફરન્સ કરીને જણાવ્યું હતું કે, જ્યાં સુધી મેડિકલ કોલેજના ભવન અને તેના માટે જરૂરી શંસાધનોનું નિર્માણના થઈ જાય ત્યાં સુધી જ ચાર વર્ષ માટે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલનો ઉપયોગ કરશે. ત્યારબાદ સિવિલ હોસ્પિટલનો માત્ર સરકારી હોસ્પિટલ તરીકે જ ઉપયોગ ચાલુ રહેશે. તેમજ સિવિલનું કોઈ જ ખાનગીકરણ નથી થઈ રહ્યું, તેવો તેમણે ખુલાસો કર્યો હતો.