આફુસ કેરીના પેટન્ટ અંગે વલસાડના સંગઠનોમાં ચિંતા
Live TV
-
મહારાષ્ટ્રની રત્નાગિરી આફુસનું ભારતના પેટન્ટ વિભાગ દ્વારા પેટન્ટ રજિસ્ટર કરાતા સદીઓ પૂરાણી વિશ્વવિખ્યાત વલસાડી આફુસના અસ્તિત્વ સામે ઉભા થયેલા સવાલના પગલે વલસાડ જિલ્લાના ખેડૂતો અને વેપારી સંગઠનોમાં ચિંતાનું મોજી ફરી વળિયું છે.
વલસાડ જિલ્લાના ખેડૂતો પેટન્ટ કરાવવાની આ બાબતને વલસાડના ખેડૂતો મુંબઇ સહિત મહારાષ્ટ્ર રાજ્યના કેરીના વ્યવસાયમાં સંકળાયેલા કેટલાક દલાલો હાફુસનું નામ બગાડવાનું કાવતરૂં હોવાનું માની રહ્યા છે. વિદેશમાં ખાસ સોડમ અને સ્વાદ ધરાવતી ગુજરાતની વલસાડી આાફુસની ભારે માગ હોવાથી વલસાડી આફુસના બજારને તોડવા માટે મહારાષ્ટ્રના વેપારી દલાલોના ઇશારાથી આ પેટન્ટ કરાઇ હોવાની શંકા અહિંના ખેડૂતો અને વેપારીઓ દર્શાવી રહ્યા છે.
પેટન્ટ કરવાથી વલસાડી આફુસની ઓળખ મટી જતી નથી. વલસાડી આફુસને તોડવા માટે રત્નાગિરી કેરીને આફુસનું પેટન્ટ કરાવાયું હોવાની હૈયાવરાળ ખેડૂતોમાં ઉઠી છે.આ મામલે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવા વલસાડના આફુસ કેરીના ઉત્પાદક ખેડૂતે તૈયારી દર્શાવી છે. તો વલસાડ ની આફૂસ નો મહત્વ વલસાડી આફુસની મીઠાશ અને તેના સ્વાદમાં સામે કોઇ કેરી ટકી શકે નહિ.રહી વાત રત્નાગિરી કેરીનું પેટન્ટ કરાવવાની તેમાં ખેડૂતોએ જાગવાની જરૂર છે.તાત્કાલિક કોઇ પગલાં ભરવા આફુસના ખેડૂતોએ આગળ આવવું જરૂરી છે.વલસાડી આફુસનું નામ મટી જાય તેવું કદી બની શકે નહિ,કારણ કે અમારી બાપદાદાની 6 પેઢીથી આફુસ કેરીનું ઉત્પાદન થાય છે.આફુસનો ઇતિહાસ 500 વર્ષથી વધુ જૂનો છે.
કોઇ પાકનું પેટન્ટ કેવી રીતે કરી શકાય. ગુજરાતના વલસાડ, બેંગ્લુરૂ, ગોવા સહિત આફુસ કેરી બધે થાય છે, ત્યારે તેનું પેટન્ટ કરવું ખોટું છે. આ તો વલસાડી આફુસનું નામ બગાડવા મહારાષ્ટ્રના કેરીના દલાલોનું કાવતરૂં જ દેખાય છે.પાકમાં આવું થઇ ન શકે, તે માટે પીઆઇએલ થઇ શકે. હાઇકોર્ટથી સુપ્રિમ સુધી જઇશું. તેમાં પેટન્ટ કરવાવાળાને પણ જોડીશું.