પંચમહાલ જિલ્લા કાયદા સમિતિ દ્રારા ગોધરા ખાતે લોક અદાલતનું આયોજન કરાયું
Live TV
-
ગોઘરમાં પતિ-પત્નીના તકરારના કેસો, પારાવારિક સંપતિની કેસોનો સુખ:દ સમાધાન કર્યું.
સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટની સુચના મુજબ પંચમહાલ જિલ્લા કાયદા સમિતિ દ્રારા ગોધરા ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું. સામાન્ય રીતે કોર્ટ કેસમાં બહુ સમય જતો હોય છે અને ન્યાય મેળવવામાં પણ વિલંબ થાય છે તેમજ ખર્ચ પણ વધુ થતો હોય છે. ત્યારે કેસનો સુખદ સમાધાન કરવાના હેતુથી લોક અદાલતનું આયોજન થતું હોય છે. જેમાં બંને પક્ષકારને સમજાવીને સમાધાનકારી વલણ અપનાવવામાં આવે છે. ગોઘરમાં પતિ-પત્નીના તકરારના કેસો, પારાવારિક સંપતિની કેસોનો નિકાલ કરવા માટે લોક અદાલત યોજાઈ હતી.આ લોક અદાલત દ્રારા પક્ષકારોને સમજાવીને કેસનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.