Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયો વરસાદી પાણીથી છલકાયા

Live TV

X
  •  નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોમાં વરસાદના પાણીની આવક થઇ છે. સાગબારા તાલુકાના ચોપડવાવ ડેમ તથા નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમ ઓવરફ્લો થયો. આ બંને  ડેમ ઓવરફ્લો થવાથી ચોપડવાવ ડેમમાં 12.05 મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ છે. જેને લીધે ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના કુલ 19 ગામોના ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે. ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે 1020 હેક્ટર વિસ્તારને સિંચાઇના પાણીની સુવિધાનો લાભ મળશે. તથા કાકડીઆંબા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં 8.85 ક્યુબિક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના કુલ 15 ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે. જોકે આ બન્ને ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તાર વાળા ગામોને એલર્ટ પણ કરાયા છે અને ડેમ વિસ્તારમાં કોઇ કારણોસર અવર-જવર ન કરવા માટે વહિવટીતંત્રએ સૂચના આપી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply