Skip to main content
Settings Settings for Dark

રાજ્યના ૨૭ જળાશયો 100% થી વધુ અને 41 જળાશયો 70% થી 100% જેટલાં ભરાયાં

Live TV

X
  • રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં તા.16 જુલાઈ-2022 સુધીમાં 50.92% જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,69,139 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.53% જેટલો જળસંગ્રહ થયો છે.
    રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,02,397 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 54.18% જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં 27 જળાશયોમાં 100% થી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 41 જળાશયોમાં 70% થી 100% ની વચ્ચે, 29 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50% થી 70% ની વચ્ચે, 48 જળાશયોમાં 25% થી 50%ની વચ્ચે, 62 જળાશયોમાં 25% થી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.
    અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 27 જળાશયો 100% થી વધુ જ્યારે 15 જળાશયો 90% થી 100% વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 13 જળાશયો 80% થી 90% ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70% થી 80% ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply