Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં અબોલ પશુઓને મહત્તમ 5 ઢોરની મર્યાદામાં પશુદીઠ 4 કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે અપાશે: રાજેન્દ્ર ત્રિવેદી

Live TV

X
  • નવસારી જિલ્લામાં આજે પાણી ઓસરતાં કેશ ડોલ્સ વિતરણ તેમજ 132 ટીમ દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

    રાજ્યના મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદે આજે દિવસ દરમિયાન વિરામ લીધો છે અને આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ક્યાંય રેડ એલર્ટ નથી. પોરબંદર, જુનાગઢ, વલસાડ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે મીડિયાને માહિતી આપતા રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યુ હતું કે, નવસારી જિલ્લામાં આજે વરસાદે વિરામ લીધો છે ત્યારે અબોલ પશુઓ માટે સૂકા ઘાસચારાની માંગ આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ક્ષણનો પણ  વિલંબ કર્યા વિના અબોલ પશુઓને મહત્તમ 5 ઢોરની મર્યાદામાં પશુદીઠ 4 કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે જેનું વિતરણ આજથી શરૂ થઈ જશે. નવસારી જિલ્લામાં 132 ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે.

    તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 14,642 બસ રૂટમાંથી 140 રૂટ બંધ છે જે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.રાજ્યનાં 18,000 ગામ પૈકી માત્ર 126 ગામોમાં વીજળી બંધ હતી તેમાંથી 103 ગામમાં વીજળી પૂર્વવત કરી દેવાઇ છે જ્યારે બાકીના 23 ગામમાં વીજળી ઝડપથી ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે.સાથે જ તેમણે જણાવ્યું કે, તા.૧ જુનથી ૩૧ જુલાઇ સુધી માછીમારી કરવા પરનો પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.

    રાજ્યમાં વધુ વરસાદના કારણે છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, ડાંગ, રાજકોટ અને પોરબંદરમાં કુલ 9 સ્ટેટ હાઇવે, પંચાયત હેઠળના 171 રસ્તા તેમજ કચ્છ, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં 1-1 એમ કુલ 4 નેશનલ હાઇવે બંધ છે. આ તમામ માર્ગો બનતી ત્વરાએ ચાલુ કરવા વહીવટી તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં સમગ્ર સરકાર તમામ ગુજરાતીઓની પડખે છે તમામ મદદ માટે તત્પર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply