ગાંધીનગર પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અઘ્યક્ષસ્થાને યોજાઇ
Live TV
-
ગાંધીનગર જિલ્લા પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, રેશનકાર્ડ નામ દાખલ કરવા, નામ દુર કરવા, નામમાં સુઘારો કરવા, રેશનકાર્ડ અલગ કરવા, ડુપ્લીકેટ રેશનકાર્ડ બનાવવા અને રેશનકાર્ડ નવા બનાવવાની કામગીરીને ખાસ પ્રાઘાન્ય આપવું. આ તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય છે કે નહિ તેની નોંઘ લેવા તમામ તાલુકાના મામલતદારોને ભારપૂર્વક જણાવ્યું હતું. તેની સાથે સમયાંતરે મામલતદારોએ પોતાના કાર્યક્ષેત્રમાં આવતી રેશનકાર્ડની દુકાનની મુલાકાત લેવી. તેમજ ત્યાં નિયમોનુસાર કાર્ય થાય છે કે નહિ તેની ચકાસણી કરવી. અનાજનો જથ્થો રેશનકાર્ડ ઘારકોને નિયમિત મળે છે કે નહિ તે અંગેનો અભિપ્રાય પણ ગ્રામજનો પાસે લેવા જણાવ્યું હતું.
કલેકટરએ આર.ટી.ઓ. કચેરીમાંથી મેળવેલ યાદીમાં ફોર વ્હીલર ઘરાવતા હોય અને એન.એફ.એસ.એ. કાયદા હેઠળ લાભ મળવાપાત્ર ન હોય તેવા રેશનકાર્ડઘારકોને નોન-એન.એફ.એસ.એ. કરવાની કામગીરીની વિગતો સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી માહિતી મેળવી હતી. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ.આર.ઠક્કરે જણાવ્યું હતું કે, તા. 02 થી 09 જુલાઇ સુઘીમાં રેશનકાર્ડ સંબંધિત કુલ- 411 અરજી જિલ્લામાં મળી છે. આ તમામ અરજીઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લામાં જુન માસ દરમ્યાન ઇ.એફ.પી.એસ અંતર્ગત 96.22 ટકા ઇ- ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યું છે. રેશનકાર્ડ સાથે મોબાઇલ નંબર સામેલ કરવાની કામગીરી જિલ્લામાં 53.34 ટકા પૂર્ણ કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ એપીએલ- 1 અને 2, બીપીએલ તથા અંત્યોદય અનુસારના રેશનકાર્ડ ઘારકોની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. તે પૈકીના એન.એફ.એસ.એ. કેટેગરીવાઇઝના રેશનકાર્ડની માહિતી પણ બેઠકમાં આપી હતી. રેશનકાર્ડ સાથે આઘારકાર્ડ બિડાણમાં થયેલ કામગીરી, એન.એફ.એસ.એસ.એક્ટ અંતર્ગત Inclusion/ Exclusionની જુન- ૨૦૨૨ની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં કાનુની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ગાંધીનગર ખાતે કરવામાં આવેલી કામગીરી અને ફરિયાદ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખૌરાક અને ઔષઘ નિયમન તંત્ર દ્વારા જૂન માસ સુઘી કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
