Skip to main content
Settings Settings for Dark

NDRFની વડોદરા બટાલિયનમાં માતૃ શક્તિનો પ્રવેશ 600ના માનવબળમાં હવે 6 મહિલા બચાવકારો..

Live TV

X
  • આ તમામ મહિલાઓ કટોકટીના સંજોગોમાં પ્રસૂતિ કરાવી શકે છે. રાષ્ટ્રીય આપદા રાહત દળ એટલે કે NDRF અત્યાર સુધી મેલ ડોમીનેટેડ એટલે કે પુરુષો ના આધિપત્ય વાળું દળ હતું.હવે એમાં માતૃ શક્તિનો પ્રવેશ થયો છે. જો કે હજુ સુધી આ દળમાં મહિલાઓની સીધી ભરતી થતી નથી.પણ અન્ય પુરુષ બચાવકારોની જેમ હવે આ દળમાં વાયા સી.આર.પી.એફ. મહીલા શક્તિને સ્થાન મળ્યું છે.
      
    તે પ્રમાણે આ દળની વડોદરા ખાતેની બટાલિયન ૬ માં,કુલ ૬૦૦ જેટલા જવાનોમાં હવે 6 મહિલા બચાવકારો સામેલ છે અને ખાસ વાત એ છે કે આ તમામ મહિલાઓ કટોકટીના સમયે પ્રસૂતિ કરાવવાનું કૌશલ્ય ધરાવે છે. વડોદરા બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું કે, આ પૈકી ૩ વિમેન રેસ્ક્યુર્સનો તાજેતરમાં રાજપીપળા મોકલવામાં આવેલા બચાવદળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.ગુજરાતમાં આ દળે બચાવકાર મહિલાઓને મેદાનમાં મોકલી હોય એવી આ પ્રથમ ઘટના હતી.
      
    તેમણે વધુમાં જણાવ્યું કે, મૂળ CRPFમાં ભરતી થયેલી આ બચાવકાર મહિલાઓ હાલમાં અમારે ત્યાં પ્રતિનિયુક્તિ થી ફરજમાં જોડાઈ છે.એમને કટોકટીના સંજોગોમાં જાનમાલના બચાવની ૧૯ સપ્તાહની સઘન તાલીમ આપવામાં આવી છે જેમાં બાળ જન્મ અને પ્રાથમિક તબીબી સારવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ જળ હોનારતો સમયે બચાવકાર્ય,પ્રાણીઓને ઉગારવા,દોરડા દ્વારા બચાવ,તૂટી પડેલી ઇમારતોના કાટમાળમાં શોધ કાર્ય તેમજ રાસાયણિક,જૈવિક, વિકિરણીય અને પરમાણુ કટોકટીમાં બચાવ જેવી વ્યાપક તાલીમ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply