પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના સંસ્કૃત, ભારતીય વિદ્યા અનુસ્નાતક વિભાગ અને શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાન મંદિર પાટણના ઉપક્રમે આયોજિત 22મો ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત ઉદ્ઘાટન સમારોહ યોજાયો
Live TV
-
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના સંસ્કૃત, ભારતીય વિદ્યા અનુસ્નાતક વિભાગ અને શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાન મંદિર પાટણના ઉપક્રમે આયોજિત 22મો ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત ઉદ્ઘાટન સમારોહ યોજાયો.
આ પ્રસંગે વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. કિશોર પોરિયાએ હેમચંદ્રાચાર્યજી રચિત સાહિત્ય અને વ્યાકરણને તમામ ભાષાઓના હૃદયસમાન લેખાવ્યું હતું. તેમણે જણાવ્યું, જ્યારે કોઈ દેશમાં વિશ્વવિદ્યાલય ન હતી ત્યારે ભારતમાં સૌથી વધુ વિદ્યાલય અને ગુરુકુળ પરંપરા હતી. આપણી પાસે સંસ્કૃત પ્રાકૃતનો પ્રાચીન ગ્રંથો અને જ્ઞાનનો ભંડાર હતો. સંસ્કૃત ભાષાને મહત્વ આપી તેને આગળ વધારીએ તે સૌની જવાબદારી છે.