રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પોરબંદરના મજીવાણા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ- PGVCLનું નવું સબ-ડિવિઝન બનાવવાની જાહેરાત કરી
Live TV
-
રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પોરબંદરના મજીવાણા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ- PGVCLનું નવું સબ-ડિવિઝન બનાવવાની જાહેરાત કરી છે. બગવદર સબ-ડિવિઝન દ્વિભાગીકરણ કરીને આ સબ-ડિવિઝન બનતાં બરડા પંથકમાં વર્ષોથી ગંભીર બનતી જતી વીજ સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે. આ ડિવિઝનમાં 50 લોકો કાર્યરત્ થશે. તેમજ અંદાજે 37 જેટલી નવી જગ્યા ઊભી કરાશે અને બાકીની 13 જગ્યા અન્ય સબ-ડિવિઝન ખાતેથી ટ્રાન્સફર કરીને ભરાશે.આ સબ-ડિવિઝન અંગે રજૂઆત કરનારા ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી.