પાટણ જિલ્લાનું બાલીસણા ગામ શિક્ષણ ક્ષેત્રે બન્યું મોખરે, ગામમાં 800 થી વધુ શિક્ષકો છે
Live TV
-
પાટણનું બાલીસણા ગામમાં ગાયકવાડ સરકારથી ગ્રામજનો શિક્ષણનું વિશેષ મહત્વ સમજી શિક્ષણની દિશામાં આગળ વધતા આજે રાજ્યમાં સૌથી વધુ 800 થી વધુ શિક્ષકો ધરાવતું ગામ બન્યું છે. આ શિક્ષકો હાલ જિલ્લા સહિત રાજ્ય ભરના જિલ્લાઓમાં સરકારી શાળામાં શિક્ષણની ગંગા વહેવડાવી રહ્યા છે.
જિલ્લામાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું ગામ બાલીસણા છે. વસ્તીની દ્રષ્ટિએ સાથે હવે રાજ્યમાં સૌથી વધુ શિક્ષકો ધરાવતું પણ ગામ છે. ગામમાં ગાયકવાડ સરકારથી જ શિક્ષણનું વડીલો મહત્વ સમજતા હોવાથી ધોરણ 7 પાસ કરી શિક્ષકો બને છે. તેમની નવી પેઢી શિક્ષણ તરફ વળી શિક્ષક જ બનતા છેલ્લા 50 વર્ષમાં ગામમાંથી 800 જેટલા ભાઈઓ બહેનો શિક્ષક બન્યા છે. તેમાં 70% જેટલી મહિલાઓ હોવાનું મહિલા શિક્ષકે જણાવ્યું હતું. હાલમાં પણ ગામમાંથી 450 થી વધુ શિક્ષકો પાટણ જિલ્લો સહિત અલગ અલગ જિલ્લાઓમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે. અને 350 જેવા શિક્ષકો હાલમાં નિવૃત્ત થઈ ચૂક્યા છે.
ગામમાં સૌથી વધુ વસ્તી પટેલ સમાજની છે. અમારા ગામમાં ગાયકવાડ વખતથી ફરજિયાત શિક્ષણ હોવાના કારણે અમને પ્રેરણાદાયી પરિણામ મળ્યું છે. જોકે ગામમાં શિક્ષણનું સારું પરિણામ એ અમારા માતાપિતાને આભારી છે. આ ગામમાં આજે 800 થી વધુ શિક્ષક શિક્ષિકો નોકરી કરી રહ્યા છે, તેમાં સૌથી વધુ મહિલાઓ છે. તો બનાસકાંઠાના કાંકરેજમાં હરિનગર અનુપમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષણે જણાવ્યું હતું કે, અમારા ગામમાં વસ્તીની દ્રષ્ટિએ તેમાં સમાજના દરેક ઘરમાં એક શિક્ષક છે અમે ગ્રામજનો ગૌરવ અનુભવીએ છીએ.