પુન:પ્રાપ્ય ઉર્જાક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને કુલ 6 એવાર્ડ કરાયા એનાયત
Live TV
-
ભારત સરકારના નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા વિભાગ (MNRE) ના નેજા હેઠળ 27 ઓગસ્ટનાં રોજ કેરળ રાજ્યનાં કોચીન ખાતે એસોસીએશન ઓફ રિન્યુએબલ એનર્જી ઓફ સ્ટેટ (AREAS) દ્વારા તેના આઠમાં સ્થાપના દિનનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ વિવિધ રાજ્યોની નોડલ એજન્સીઓને નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જાના કેન્દ્રીય રાજ્ય મંત્રી ભગવંત ખુબાના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા. ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ હસ્તક રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કાર્ય કરતી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા)ને એસોસીએશન ઓફ રિન્યુએબલ એનર્જી ઓફ સ્ટેટ (AREAS) દ્વારા કુલ છ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
વર્ષ 2021-22 દરમ્યાન પ્રથમ ક્રમની સૌથી વધારે પવન ઊર્જા વધારાની ક્ષમતા માટે
વર્ષ 2021-22 માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પવન ઊર્જાની ‘સ્થાપિત ક્ષમતા’ માટે
વર્ષ 2021-22 દરમ્યાન દ્વિતિય ક્રમની સૌથી વધારે સૌર ઊર્જા વધારાની ક્ષમતા માટે
વર્ષ 2021-22 માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુન:પ્રાપ્ય ઊર્જાની ‘સ્થાપિત ક્ષમતા’ માટે
વર્ષ 2021-22 દરમ્યાન દ્વિતિય ક્રમની સૌથી વધારે પુન:પ્રાપ્ય ઊર્જા વધારાની ક્ષમતા માટે
વર્ષ 2021-22 દરમ્યાન દ્વિતિય ક્રમની સૌથી વધારે પુન:પ્રાપ્ય ઊર્જા જનરેશન માટેઆ કાર્યક્રમ દરમિયાન, ગુજરાત રાજ્યના ઊર્જા અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના અધિકારીઓ અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા) ના નિયામક દ્વારા ઉપરોક્ત એવોર્ડ સ્વીકારેલ હતા. તે નોંધવું જરૂરી છે કે ગુજરાત રાજ્ય હાલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 9534 મેગા વોટ સાથે સંપૂર્ણ દેશમાં બીજા સ્થાને છે. સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 7973 મેગા વોટ સાથે બીજા ક્રમે જ્યારે સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા 1925 મેગા વોટ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
