મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી વિકાસને વેગ આપતો નિર્ણય
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 8 મહાનગરપાલિકાના વિસ્તારના વિકાસ માટે રૂ.5૦ કરોડની ફાળવણી.અમદાવાદને રૂ.18.53,સુરતને 15.12, વડોદરાને રુ.5.67 કરોડની ફાળવણી, રાજકોટને રુ. 4.48, ભાવનગરને રૂ. 2.09, જામનગરને રૂ.1.98 કરોડની ફાળવણી ,જ્યારે જૂનાગઢને રુ. 1.04 કરોડ અને ગાંધીનગરને રુ.1.07 કરોડની ફાળવણી.અત્યાર સુધી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મહાનગરો-નગરોના વિસ્તારના વિકાસ કામો માટે રુ.637 કરોડથી વધુની ફાળવણી.
મહાનગરપાલિકા વિસ્તારની જનસંખ્યા તથા વિસ્તારની વસ્તીને ધ્યાનમાં લઇ, ભૌતિક આંતરમાળખાકીય સુવિધા-રોડ-રસ્તા,પાણી, ગટર લાઇન, સ્ટ્રીટલાઇટ સુવિધા માટે આ રકમનો ઉપયોગ કરાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે નાણા ફાળવણીની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજૂ કરવામાં આવી હતી.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેમાં,2016-17 થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ.549.92 કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ.87.58 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી.
