પ્રદૂષણમુક્ત વીજ ઉત્પાદનની દિશામાં ગુજરાતનું વધુ એક મક્કમ પગલું
Live TV
-
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિન્ડ-સોલાર હાઈબ્રીડ પાવર પોલિસી-2018ને રાજ્યમાં અમલમાં મૂકી છે.
ગુજરાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત માર્ગદર્શન તળે સિદ્ધિના નૂતન શિખરો સર કર્યાં છે, ત્યારે પ્રદૂષણ મુક્ત એવા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો આધારિત વધુને વધુ ઊર્જા ઉત્પાદિત કરીને ગુજરાતે સમગ્ર દેશને રાહ ચીંધ્યો છે. સ્વચ્છ ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે.
આ સંદર્ભે વધુ માહિતી આપતાં રાજ્યના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, પ્રદૂષણમુક્ત સ્વચ્છ વીજ ઉત્પાદન માટેની દિશામાં ગુજરાતે વધુ એક મક્કમ કદમ ભર્યું છે અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિન્ડ-સોલાર હાઈબ્રીડ પાવર પોલિસી-2018ને રાજ્યમાં અમલમાં મૂકી છે.
રાજ્યમાં એક જ જગ્યાએથી સૌર અને પવન ઊર્જા એકસાથે ઉત્પાદિત કરવા અને આવા વીજ ઉત્પાદન માટે પ્રોત્સાહક સહાય આપવા રાજ્ય સરકારે ખાસ વિન્ડ સોલાર હાઈબ્રીડ પાવર પોલિસી - 2018ને અમલમાં મૂકી છે.
આ પોલિસી અંતર્ગત ત્રીજા પક્ષકારને ઊર્જા વેચાણના પ્રસંગે ક્રોસ સબસિડી સરચાર્જ અને એડિશનલ સરચાર્જમાં 50 ટકા કન્સેશન આપવાની પણ જોગવાઈ હોવાનું જણાવી મંત્રીએ ઉમેર્યું હતું.