તાપીઃ સાત તાલુકા પંચાયતમાંથી 2માં ભાજપના અને 5માં કોંગ્રેસના પ્રમુખની વરણી
Live TV
-
તાપી જિલ્લા પંચાયતની સત્તા જાળવી રાખવા કોંગ્રેસ સફળ રહી હતી, જેમાં પ્રમુખ તરીકે ગજરાબેન ચૌધરીની જયારે ઉપ પ્રમુખ તરીકે રમણભાઈ સાલવેની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.
આજે તાપી જિલ્લાની એક જિલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આજે તાપી જિલ્લા પંચાયત પર કોંગ્રેસે ફરી સત્તા જાળવી રાખી હતી. જ્યારે સાત તાલુકા પંચાયત પૈકી 5 તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખની અને બે તાલુકા પંચાયતમાં બીજેપીના પ્રમુખની વરણી કરવામાં આવી હતી.
આજે તાપી જિલ્લાની એક જિલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે ચૂંટણી યોજવામાં આવી હતી. તાપી જિલ્લા પંચાયતની સત્તા જાળવી રાખવા કોંગ્રેસ સફળ રહી હતી, જેમાં પ્રમુખ તરીકે ગજરાબેન ચૌધરીની જયારે ઉપ પ્રમુખ તરીકે રમણભાઈ સાલવેની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.
તાપી જિલ્લાની સાત તાલુકા પંચાયત પૈકી ત્રણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જયારે કુકરમુન્ડા, નિઝર, વાલોડ અને ડોલવણ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વાલોડ તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. આજની ચૂંટણી બાદ આમ તાપી જિલ્લામાં હવે સાત તાલુકા પંચાયત પૈકી પાંચ તાલુકા પંચાયત પર કોંગ્રેસનું શાશન રહેશે જયારે બે તાલુકા પંચાયત માં બીજેપીનું શાશન રહેશે.