સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં પાણીની સપાટી ઘટતાં નર્મદાનું પાણી છોડાયું
Live TV
-
એવામાં સરકારે આ રજૂઆતના પગલે તાત્કાલિક ઢાંકી પમ્પીંગ સેન્ટર મારફતે ડેમમાં પાણી છોડાવડાવ્યું હતું.
ઉનાળાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં આવેલ ધોળીધજા ડેમમાં પાણીની સપાટી ઓછી થતી જાય છે. સપાટી 10 ફૂટ થતા સુરેન્દ્રનગરમાં પાણીની કટોકટી થાય તેવી પરિસ્થિતી ઉભી થવા જઈ રહી છે. જેને ધ્યાનમાં લઈ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
એવામાં સરકારે આ રજૂઆતના પગલે તાત્કાલિક ઢાંકી પમ્પીંગ સેન્ટર મારફતે ડેમમાં પાણી છોડાવડાવ્યું હતું. જેના પગલે હાલમાં સુરેન્દ્રનગરમાં લોકોને પાણીની અછત રહેશે નહીં. નર્મદાનું પાણી, ડેમમાં છોડવામાં આવતા લોકોને હાશકારો થયો છે.
બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદ નહીં થતા ઉકાઈ ડેમમાં પણ પાણીની સપાટી ઘટી રહી છે, તો ઉપરવાસમાં વરસાદ થવાને કારણે નર્મદાના સરદાર ડેમમાં પાણીની સપાટી વધી છે.