હળવદના બી.કે.આહિરને કામધેનુ રાષ્ટ્રીય એવોર્ડ 2018 એનાયત કરાયો
Live TV
-
સચિવ કૃષિ કિસાન પશુપાલનના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ ૬૫ જેટલા ભારતભરમાંથી એવોર્ડ એનાયત કરાયા હતા
ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ગૌસંવર્ધન સંરક્ષણ વૈજ્ઞાનિક પદ્ધતિની સંવર્ધન સંરક્ષણના માધ્યમથી શુદ્ધ ઉચ્ચ સ્તરીય ગૌ સંવર્ધન નિર્માણ કરી ગૌવંશના વિકાસ માટે ગુજરાતમાંથી મોરબી જિલ્લાના હળવદ પુરુષાર્થ ગૌશાળાના બી.કે.આહિરને કામધેનુ રાષ્ટ્રીય એવૉર્ડ ૨૦૧૮ એનાયત કરવામાં આવ્યો હતો અને સાથે ૫ લાખ રૂપિયાની રોકડ રકમ પણ પુરસ્કારના રૂપે આપવામાં આવી હતી.
બી.કે.આહિરે પુરસ્કાર મળતા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારત સરકારના કૃષિ મંત્રાલય તરફથી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી, સચિવ કૃષિ કિસાન પશુપાલનના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ ૬૫ જેટલા ભારતભરમાંથી એવોર્ડ એનાયત કરાયા હતા, જેમાં હળવદ પુરુષાર્થ ગૌશાળાના પ્રગતિશીલ અને કાર્યશીલ ખેડૂત બોઘાભાઈ કાનાભાઈ આહિર પણ સામેલ છે. તેઓ હાલમાં પુરુષાર્થ ગૌશાળાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે.