પ્રધાનમંત્રી ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે, સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે પ્રધાનમંત્રી સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર પરિસર ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો હતો. પ્રધાનમંત્રીએ 100 થી વધુ સુવર્ણ કળશની પૂજા કરી હતી. ત્યારબાદ તેમણે સોમનાથ ખાતે આવેલ રામમંદિરમાં પણ દર્શન કર્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથથી સાસણ ગીર પહોંચ્યા હતા.
આવતીકાલે પ્રધાનમંત્રી સાસણમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ અંગે, સિંહસદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે.