કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 10 કિલોમીટરથી વધુ સાયકલિંગ કર્યું
Live TV
-
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાતે છે. ત્યારે આજે ઇન્ડિયા સન્ડે ઓન સાઇકલ પ્રોગ્રામ અંતર્ગત પોરબંદર ચોપાટી પર 10 કિલોમીટરથી વધુ સાયકલિંગ કર્યું હતું. તેમણે સાયકલિંગના ફાયદા વિશે વાત કરતા જણાવ્યું કે પ્રદૂષણ ઘટાડવા અને દેશનું ઈંધણ બચાવવા માટે સાયકિગં કરવું જરૂરી છે.
ફીટ ઇન્ડિયા સાયકલ પ્રોગ્રામમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા સાથે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને ભાજપના આગેવાનો સહિત જિલ્લા પ્રશાસન તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને નેવીના અધિકારીઓ, યુવાનો તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.