રાજ્યના તાપમાનનો પારો 30થી 35 ડિગ્રી વચ્ચે રહેતા બપોરે ઉનાળા જેવી ગરમીનો અનુભવ
Live TV
-
રાજયમાં ઠંડા પવનને કારણે વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તેમજ બપોરે ગરમીને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના મહાનગરોમાં મહત્તમ તાપમાનનો પારો 30થી 35 ડિગ્રી વચ્ચે રહેતા બપોરે ઉનાળા જેવી ગરમી અનુભવાય છે.
રાજયમાં સૌથી વધુ તાપમાન દાહોદમાં 36. 4 ડિગ્રી રહ્યું હતું. ત્યાર બાદ ડાંગમાં પણ 35. 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત અમદાવાદમાં મહત્તમ તાપમાન 34. 7 ડિગ્રી, ગાંધીનગરમાં 34. 5 ડિગ્રી અને સુરતમાં 33. 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે પહાડોમાં થયેલી બરફ વર્ષાની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં થઈ શકે છે.