પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કરશે
Live TV
-
ગાંધીનગરમાં 4 થી 6 જુલાઈ દરમિયાન ડિજિટલ ઈન્ડિયા વીક 2022 હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમ ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઊજવણી કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગ્યે ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કરશે. ડિજિટલ ઈન્ડિયા વીક 2022ની થીમ ‘Catalyzing New India’s Techade’ છે. ટેક્નોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલની શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો શુભારંભ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી 'ડિજિટલ ઈન્ડિયા ભાષિની' લોન્ચ કરશે. દેશની વિવિધ ભાષાઓમાં વોઇસ-આધારિત એક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરાશે.ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ભાષા ટેક્નોલોજી સોલ્યુશન્સ બનાવવામાં મુખ્ય હસ્તક્ષેપ બહુભાષી ડેટાસેટ્સનું નિર્માણ હશે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 4 થી 6 જુલાઈ દરમિયાન ડિજિટલ ઈન્ડિયા વીક 2022 હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમ ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઊજવણી કરશે. આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે. તે વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ભારતની ટેકનિકલ કૌશલ્યનું પ્રદર્શન કરશે. હિતધારકોની વિશાળ શ્રેણી સાથે સહયોગ અને વ્યવસાયની તકોનું અન્વેષણ કરશે. આ ડિજિટલ વીક સ્ટાર્ટઅપ અને સરકાર, ઉદ્યોગ અને એકેડેમીયાના નેતાઓની ભાગીદારીનું સાક્ષી બનશે. 200 થી વધુ સ્ટોલ સાથે એક ડિજિટલ મેળાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જે ડિજિટલ સોલ્યુશન્સ પ્રદર્શિત કરશે જે જીવનની સરળતાને સક્ષમ કરે છે. ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા સોલ્યુશન્સ પણ પ્રદર્શિત કરશે. ડિજિટલ ઈન્ડિયા વીકમાં 7 થી 9 જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં ઈન્ડિયા સ્ટેક નોલેજ એક્સચેન્જ પણ હશે.
પ્રધાનમંત્રી ‘Indiastack.global’ પણ લોન્ચ કરશે. આધાર, UPI, ડિજીલોકર, Cowin વેક્સિનેશન પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM), DIKSHA પ્લેટફોર્મ અને આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન જેવા ઈન્ડિયા સ્ટેક હેઠળ અમલમાં મૂકાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સનું વૈશ્વિક ભંડાર છે. ગ્લોબલ પબ્લિક ડિજિટલ ગૂડ્ઝ રિપોઝીટરીને ભારતની આ ઓફર વસ્તીના ધોરણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ્સનું નિર્માણ કરવામાં ભારતને અગ્રેસર તરીકે સ્થાન આપવામાં મદદ કરશે અને આવા ટેક્નોલોજી સોલ્યુશન્સ શોધી રહેલા અન્ય દેશોને મદદરૂપ સાબિત થશે.
પ્રધાનમંત્રી ‘ડિજિટલ ઈન્ડિયા જીનેસિસ’ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ માટે જનરલ નેક્સ્ટ સપોર્ટ) લોન્ચ કરશે. આ એક રાષ્ટ્રીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ છે. જે ભારતના ટિયર-II અને ટિયર-III શહેરોમાં સફળ સ્ટાર્ટઅપ્સને શોધવા, સમર્થન આપવા, વૃદ્ધિ કરવા અને બનાવવા માટે મદદ કરશે. આ યોજના માટે કુલ ₹750 કરોડના ખર્ચની પરિકલ્પના કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નાગરિકોને ‘MyScheme’ સમર્પિત કરશે, જેમાં એક સેવા શોધ પ્લેટફોર્મ જે સરકારી યોજનાઓ સુધી પહોંચવાની સુવિધા આપે છે.
