ભરૂચમાં સાંબેલાધાર વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, 890 લોકોનું સ્થળાંતર
Live TV
-
ભરુચ-હાંસોટ-વાલિયા પંથકમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નેત્રંગમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
ભરૂચમાં સાંબેલાધાર વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભરુચમાં નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યુ છે. નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. અંકલેશ્વરના સરફુદ્દીન ગામ 500, અંક્લેશ્વરના ખાલપિયા ગામ 90, ભરૂચ પાલિકા વિસ્તારમાંથી તેમજ ગોલ્ડન બ્રિજ ઝૂંપપટ્ટી, મલબારી દરવાજા, દાંડિયા બજારમાંથી 300 લોકોનું સ્થળાંતર કરાયું છે. આમ કુલ 890 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નીચાણવાળા વિસ્તારની શાળાઓમાં વહીવટી તંત્ર દ્વારા આજે રજા જાહેર કરવામાં આવી છે. ગોલ્ડન બ્રિજની સપાટી 24 ફૂટ નોંધાઈ છે, જે ભયજનક સપાટી પર છે. ભરુચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. ભરુચ-હાંસોટ-વાલિયા પંથકમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નેત્રંગમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
