Skip to main content
Settings Settings for Dark

રાજ્યના કુલ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જયારે સરદાર સરોવરમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ

Live TV

X
  • રાજ્યના 49 જળાશયો સંપૂર્ણ છલકાયા તેમજ 63 જળાશયો 70 ટકાથી વધુ ભરાયા

    રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તા. 17 ઓગસ્ટ-2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,86,059 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં 3,98,247 એમસીએફટી એટલે કે, કુલ જળસંગ્રહ શક્તિના 71.35 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

    આ ઉપરાંત રાજ્યમાં 49 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે સરદાર સરોવર સહિત 63 જળાશયોમાં 70થી 100 ટકા, 27 જળાશયોમાં 50થી 70 ટકા, 36 જળાશયોમાં 25 થી 50 ટકા અને 31 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

    ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 48 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 30 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 16 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 17 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply