ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન
Live TV
-
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન
ભાજપ દ્વારા દેશમાં રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા આજથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 11થી 13 ઓગસ્ટ દરમિયાન યોજાનારી તિરંગા યાત્રામાં ભાજપ યુવા મોરચાના સભ્યો પોતાના ક્ષેત્રમાં ઉત્સાહપૂર્ણ રીતે તિરંગા યાત્રાનું આયોજન કરશે. ઉત્તર પ્રદેશમાં આ અભિયાન અંતર્ગત પાર્ટીએ આ વર્ષે 5 કરોડ તિરંગા લહેરાવવાનું નક્કી કર્યું છે. હર ઘર તિરંગા અભિયાન માટે દેશમાં જોશનો માહોલ છે.
આજે 11 ઓગસ્ટે ગુજરાતના મોટા શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળશે. રાજ્યના ચાર મહાનગરોમાં તિરંગા યાત્રા યોજાશે. 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રા નીકળશે જેમાં મુખ્યમંત્રી અને કેંદ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરી રહેશે. 12મી ઓગસ્ટે વડોદરામાં અને 13મી ઓગસ્ટે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાની રેલી નીકળશે. આ રેલીમાં વિવિધ ટેબ્લો પ્રદર્શિત કરાશે. અમદાવાદ અને સુરતમાં પોલીસ, અર્ધલશ્કરી દળ અને સેનાના જવાનો આ તિરંગા યાત્રામાં જોડાશે. યાત્રા દરમિયાન એસ.ટી. બેસોના મુસાફરોને પણ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. તિરંગા યાત્રા દરમિયાન સરકાર દ્વારા ત્રિરંગા વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
