Skip to main content
Settings Settings for Dark

મોરબી મચ્છુ જળ હોનારતની આજે 45મી વરસી

Live TV

X
  • મોરબી મચ્છુ જળ હોનારતની આજે 45મી વરસી

    મોરબી મચ્છુ ડેમ નંબર બે તૂટ્યા બાદ જે જળ હોનારત સર્જાઈ હતી તેની આજે 45મી વરસી છે. આટલા વરસના વ્હાણા વાઈ ગયા છતાં આજે પણ મોરબીના લોકો આ ગોઝારી ઘટનાને ભૂલી શકયા નથી. ખાસ કરીને જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. દર વર્ષે મોરબીમાં બપોરે 3.30 વાગ્યે મોરબી નગર પાલિકા દ્વારા 21 સાયરન સાથે દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવે છે. 

    ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ બાબુભાઈ જશભાઈ પટેલ અને ટીમ દ્વારા સમગ્ર સચિવાલય મંત્રી મંડળ મોરબી ખાતે કાર્યાન્વિત કરી મોરબીનાં પુનઃ નિર્માણ કરવામાં આવેલ તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં અદના સેવક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ મચ્છુ જલ હોનારત બાદ સ્વછતા અભિયાનથી લઇ પુનઃ નિર્માણમાં સેવા બજાવેલ જેને આજે પણ મોરબી વાસીઓ ભૂલ્યા નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply