ખેડાઃ ખેડૂતો ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે સબસીડી નો લઈ રહ્યા છે લાભ
Live TV
-
ખેડાઃ ખેડૂતો ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે સબસીડી નો લઈ રહ્યા છે લાભ
ખેડા જિલ્લાના ખેડૂતો સરકાર દ્વારા ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે સબસીડી આપે છે તેનો લાભ લઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અરુણકુમાર શાહે ખેડૂત આઈ પોર્ટલ ઉપર અરજી કરતા તેમના ખેતરમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા જીવામૃત દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ રીતે દવાનો છટકાંવ કરવાથી ઘણો સમય બચે છે અને નાણાની પણ બચત થાય છે. વિસ્તરણ અધિકારી નરેશભાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા એક એકરમાં 90 ટકા સબસીડી આપવામાં આવે છે. 600 રૂપિયા એક એકરે ખર્ચ થતા 500 રૂપિયા પરત મળે છે.
