Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરનો 'હર ઘર તિરંગા' કાર્યક્રમમાં સહભાગી થવા નાગરિકોને અનુરોધ 

Live TV

X
  • તેમણે તમામ જિલ્લાવાસીઓને રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે રાષ્ટ્રધ્વજ સંહિતાનું પાલન કરવાની પણ અપીલ કરી છે.

    આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના બળવત્તર બને તે હેતુથી ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હર ઘર તિરંગા કાર્યક્રમના માધ્યમથી દેશનું ગૌરવ, દેશનું અભિમાન ત્રિરંગો હર ઘરની શાન બને તે માટે જિલ્લા કલેકટર કે.સી.સંપટે જિલ્લાના નાગરિકોને પોતાના ઘર-મકાનો પર રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવવાની અપીલ કરી છે.

    “હર ઘર તિરંગા” કાર્યક્રમ દરમિયાન નાગરિકોને રાષ્ટ્ર ભક્તિના આંદોલનમાં સહભાગી થવા અને દેશ પ્રત્યેના પ્રેમ અને ભાવને વ્યક્ત કરવાના હેતુથી દરેક વ્યક્તિ પોતાના ઘર, સંસ્થાઓ પર, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, કચેરીઓ પર તિરંગો લહેરાવે તેવી જિલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના તમામ ઘરો સહિત, દુકાનો, ઉદ્યોગ, વેપારીઓ, વાણિજિયક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને નાગરિકો અને ખાસ કરીને આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં દેશદાઝની ભાવના વધુ પ્રબળ બને તે માટેના આ ઉમદા અભિયાનમાં સહયોગી બને તે માટે વધુમાંજિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે. તેમણે તમામ જિલ્લાવાસીઓને રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે રાષ્ટ્રધ્વજ સંહિતાનું પાલન કરવાની પણ અપીલ કરી છે.

    ”હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત યોજાયેલી તિરંગા યાત્રામાં સિગ્નેચર કેમ્પેઈન યોજાયું

    સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રભાવના અને દેશદાઝની ભાવના પ્રબળ બને તેવાં પ્રયાસો જિલા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યાં છે. જે અંતર્ગત આજરોજ એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે “તિરંગા કેન્વાસ, સિગ્નેચર કેમ્પેઈન"નું આયોજીત કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઈનમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ/ પદાધિકારીઓ જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply