ભાવનગર જીલ્લાના 10 પૈકી 7 તાલુકાઓમાં લમ્પી વાયરસના કેસ, 25 ગાયના મોત નીપજ્યા
Live TV
-
ભાવનગર જીલ્લામાં 400 જેટલા લમ્પીના કેસો નોંધાયા છે, જયારે અત્યાર સુધીમાં કુલ 25 ગાયોના મોત નીપજ્યા છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ભાવનગર જીલ્લાના 10 પૈકી 7 તાલુકાઓમાં લમ્પી વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. 15 દિવસ અગાઉ ગારિયાધાર પંથકમાં લમ્પીનો પ્રથમ કેસ નોંધાયા બાદ હાલ ઉમરાળા, વલ્લભીપુર, પાલીતાણા, ઘોઘા, તળાજા અને સિહોર તાલુકાઓમાં લમ્પીના કેસો જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગની 50 ટીમો દ્વારા અહી 33 હજાર કરતા વધુ પશુઓનું વેક્સીનેશન કરવામાં આવી ચુક્યું છે. પશુપાલન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં ભાવનગર જીલ્લામાં 400 જેટલા લમ્પીના કેસો નોંધાયા છે, જયારે અત્યાર સુધીમાં કુલ 25 ગાયોના મોત નીપજ્યા છે. એનિમલ ઈમરજન્સીની 1962ની સેવા સહિતની અન્ય ટીમો દ્વારા સારવાર અંગેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. રંઘોળા, લીમડા, ઘરવાળા જેવા ગામોમાં હાલ લમ્પીના કેસો વધતા અને ગાયોના લમ્પીના કારણે વધુ મોત થતા હવે પશુપાલન વિભાગની ટીમ આ વિસ્તારમાં પહોંચી છે તથા સારવાર, રસીકરણ અને વધુ ગાયોના મોત અંગે તપાસ હાથ ધરી રહી છે.
