રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 606 નવા કેસ, એક દર્દીનું મૃત્યુ અને 729 દર્દીને રજા અપાઈ
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 606 નવા કેસ નોંધાયા છે . જ્યારે અમદાવાદ શહેરના 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત 729 દર્દીને રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 176, સુરતમાં 77, મહેસાણામાં 75, વડોદરામાં 73, ગાંધીનગરમાં 40, રાજકોટમાં 25, કચ્છમાં 16, મોરબીમાં 13, વલસાડ અને ભાવનગરમાં 12, પાટણમાં 10, તાપી અને જામનગરમાં 7-7 કેસ, અરવલ્લી, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 8-8 કેસ, અમરેલી અને નવસારીમાં 5-5 કેસ, આણંદ, ભરૂચ, મહીસાગરમાં 4-4 કેસ, ગીર સોમનાથ અને પોરબંદરમાં 4-4 કેસ, બનાસકાંઠા અને ખેડામાં 3-3 કેસ, પંચમહાલમાં 2 અને દ્વારકામાં 1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 6413 પર પહોચ્યો છે. આ પૈકી 13 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 6400 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,38,393 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,971 દર્દીના મોત થયા છે.
આજે રાજ્યમાં કુલ 274983 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.68 કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 98.62 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.
