Skip to main content
Settings Settings for Dark

મતદાન સમયે ઓળખના પુરાવા બાબતે જિલ્લા ચૂંટણી તંત્રની સ્પષ્ટતા, ફોટો ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે

Live TV

X
  • અસલ દસ્તાવેજ (ડિજિટલ કે ઝેરોક્ષ કોપી માન્ય ગણાશે નહીં) રજૂ કરવાનો રહેશે.

    જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી 5 ડિસેમ્બરના રોજ (અમદાવાદમાં બીજા તબક્કાની) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે બાબતે ચૂંટણી પંચની સૂચના અનુસાર તમામ મતદારોને નીચે દર્શાવેલ બાબતોની તકેદારી રાખવા વિનંતી છે. મતદાન મથક ખાતે મોબાઇલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઇ જવા પર પ્રતિબંધ છે.

    મતદાર કાપલી એ મતદાન માટે માન્ય પુરાવા તરીકે ગણાશે નહી. મતદાન મથકે પોતાની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. ફોટો ઓળખપત્ર રજૂ ન કરી શકે તેવા મતદારોએ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નીચેના પૈકી એક અસલ દસ્તાવેજ (ડિજિટલ કે ઝેરોક્ષ કોપી માન્ય ગણાશે નહીં) રજૂ કરવાનો રહેશે.

    1) આધારકાર્ડ

    2) મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ

    3) બેન્ક પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક

    4) શ્રમ મંત્રાલયનો યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ

    5) ડ્રાઇવિંગ લાઇસન્સ,

    6) પાનકાર્ડ,

    7) એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ

     8) ભારતીય પાસપોર્ટ

    ૭) ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ,

    10) કેન્દ્ર/રાજ્ય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો

    11) સંસદ સભ્યો, ધારાસભ્યો વિધાનસભા પરિષદના સભ્યોને ઇશ્યુ કરેલા સરકારી ઓળખપત્રો

    12) Unique Disability ID (UDID) Card, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
apply