મુખ્યમંત્રીએ વિડિયો કોન્ફરન્સથી મણિનગર અને એલિસબ્રિજની વિવિધ સોસાયટીના લોકો સાથે કર્યો સંવાદ
Live TV
-
અમારી સોસાયટીમાં કોરોનાનું સંક્ર્મણ રોકીને આખા અમદાવાદમાં કોરોનાના સંક્રમણને રોકીશું એવો નિર્ધાર વ્યક્ત કરતા સોસાયટીના રહિશો
મુખ્યમંત્રીએ પોતે મણીનગર અને એલિસબ્રિજના ૨૦૦થી પણ વધુ સોસાયટી ના ચેરમેન સેક્રેટરી સાથે વીડિયો કોન્ફરન્સથી કોરોના ને રોકવા માટે વાત કરી હતી અને સોસાયટીમાં જરૂરી હોય તેવા તમામ પ્રકારના પગલા લેવા માટે અનુરોધ કર્યો હતો તેમને સોસાયટીના ચેરમેન સેક્રેટરી ને પોતાની સોસાયટીમાંથી બિનજરૂરી લોકો ઘરની બહાર ના નીકળે તે જોવા પણ સૂચન કર્યું હતું ..એલિસબ્રિજ વિસ્તારની 100 થી વધુ સોસાયટીના ચેરમેન, પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે કોરોનાના સંક્ર્મણ અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. અમે અમારી સોસાયટીમાં કોરોનાનું સંક્ર્મણ રોકીને આખા અમદાવાદમાં કોરોનાના સંક્રમણને રોકીશું એવો નિર્ધાર કર્યો હતો.તો મણિનગર વિસ્તારની 100 થી વધુ સોસાયટીના ચેરમેન, પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે કોરોનાના સંક્ર્મણ અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. અમે અમારી સોસાયટીમાં કોરોનાનું સંક્ર્મણ રોકીને આખા અમદાવાદમાં કોરોનાના સંક્રમણને રોકીશું એવો નિર્ધાર કર્યો હતો.