Skip to main content
Settings Settings for Dark

છેલ્લાં પાંચ દિવસમાં વિશેષ ટ્રેન મારફતે 67 જેટલી ટ્રેન મારફતે 84000 પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલાયા

Live TV

X
  • વધુ 34 ટ્રેન મારફતે શ્રમિકો ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છતીસગઢ અને ઝારખંડ પહોંચશે, વિશેષ ટ્રેન દ્વારા અત્યાર સુધીમાં 1 લાખ 21 હજાર જેટલા પરપ્રાંતિયો તેમના વતન પહોંચ્યા

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, પરપ્રાંતિયોને પોતના વતન રાજ્ય પહોંચાડવા માટે રાજ્યમાંથી ગઇકાલ સુધીમાં 67 ટ્રેનોના માધ્યમથી 80,400 જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. જેમા યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવે છે તેમને મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા 1 લાખ 21 હજાર, બસ સેવાઓના માધ્યમથી 55 હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા 1 લાખ 67 હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા 1 લાખ 14 હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે. 7મી મેના દિવસે વધુ 34 વિશેષ ટ્રેન જેમાં યુ.પી.ની 20, બિહારની 4, ઝારખંડની 2, ઓરિસ્સાની 5, મધ્યપ્રદેશની 2 અને છત્તીસગઢની 1, ટ્રેન ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી, મહેસાણા, ગોધરા, જામનગર, જુનાગઢ જેવા સ્ટેશન્સથી રવાના કરવામાં
    આવી હતી.. આમ, સમગ્રતયા વિશેષ ટ્રેન મારફતે 1 લાખ 21 હજાર શ્રમિકોને પોતાના વતન રાજ્ય પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 

    મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, લોકડાઉનની સ્થિતીમાં દેશના અન્ય રાજ્યોમાં અટવાઇ ગયેલા-ફસાઇ ગયેલા એવા ગુજરાતના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ યાત્રિકોને મુખ્યમંત્રીના દિશા-નિર્દેશનમાં સંબંધિત રાજ્યો સાથે સંકલન કેળવીને ગુજરાત પરત લાવવાની કાર્યવાહી અંતર્ગત 29540 ગુજરાતીઓ અત્યાર સુધીમાં રાજ્યમાં સહિસલામત પરત લાવવામાં આવ્યા છે. આવા મૂળ ગુજરાતી યાત્રિકો-પ્રવાસીઓમાં મહારાષ્ટ્રમાંથી 15523, રાજસ્થાનથી  4252, ઉત્તરપ્રદેશથી 1412, મધ્યપ્રદેશથી 1590, કર્ણાટકથી 1138 મળીને દિલ્હી, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણામાંથી પણ લોકડાઉનની સ્થિતીમાં ત્યાં અટવાઇ ગયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારના સંકલનથી પરત લાવવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply