અમદાવાદમાંથી સાત સહિત ગુજરાતમાંથી અલગ અલગ ૩૩ ટ્રેનો આજ રાત સુધી રવાના કરવામાં આવશે : અશ્વિનીકુમારે
Live TV
-
મુખ્યમંત્રીનાસચિવ અશ્વિનીકુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ટ્રેન દ્વારા પરપ્રાંતિયોને મોકલવાની કામગીરી થઇ રહી છે. તેમણે કહ્યું હતુ કે અમદાવાદમાંથી સાત સહિત ગુજરાતમાંથી અલગ અલગ ૩૩ ટ્રેનો આજ રાત સુધી રવાના કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલથી શરૂ થયેલા અનાજ વિતરણ અંતર્ગત આજ રાત સુધીમાં પંદર લાખ લોકોને અનાજ વિતરણ કરાશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મનરેગા યોજના હેઠળ રોજગારી પણ આપવામાં આવી રહી છે.અત્યાર સુધીમાં ત્રણ લાખ 39 હજાર શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.