મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણા ખાતે સાયન્ટીફીક એકસ્પોનો કર્યો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્ટાર્ટઅપ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ગઇકાલે મહેસાણા ખાતે સાયન્ટીફીક એકસ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ આ નિર્ધાર વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતે સ્ટર્ટઅપ રેન્કીંગમાં સતત ત્રીજા વર્ષ સિદ્ધિ મેળવી છે. 2017થી આજ સુધી 1156 પેટન્ટ અને કોપીરાઇટ તથા 2154 સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સાથે આ ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રસર છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શનમાં સંરક્ષણ સંશોધન, આરોગ્ય કુટુંબ કલ્યાણ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ડેરી પશુપાલન માછીમારી વિષયો પર ઉપરાંત હાથશાળ, હસ્તકળા જંગલ ઉત્પાદનોના વિવિધ સ્ટોલ ઊભા કરાયા છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આ પ્રસંગે નવી પેઢીને નવી ટેકનોલોજી સાથે પશુપાલન ક્ષેત્રના વ્યવસાયને અપનાવી રાજ્ય રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપવાની જરૂરિયાત જણાવી હતી.
