રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાની આગાહી: હવામાન વિભાગ
Live TV
-
રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમાં આછા વાવાઝોડાની અને ઝાપટા સાથે 30 - 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કચ્છ, પોરબંદર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો, દ્વારકા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી,પંચમહાલ, દાહોદ અને મહિસાગર. વડોદરા, છોટાઉદેપૂર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, આગામી ત્રણ કલાક દરમિયાન ઉદેપુર, નર્મદા અને ભરૂચ. રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
દરમિયાન, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 215 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. કચ્છના લખપતમાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના કપરાડામાં 9 ઈંચ, ધરમપુર, વ્યારા, વાંસદામાં 8 ઈંચ જ્યારે કચ્છના નખત્રાણામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં સરેરાશ પાંચ ઇંચ વરસાદ થયો હતો. ઉપરવાસ માં વરસાદ ને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં એક ફૂટનો વધારો થયો છે.
