Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ન્યૂ સાઉથ વેલ્સના મંત્રી શ્રીયુત સ્ટુઅર્ટ અયરેસ અને પ્રતિનિધિમંડળે સૌજન્ય મુલાકાત લીધી

Live TV

X
  • ગુજરાત અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે ર૦૧૮ માં સિસ્ટર સ્ટેટ તરીકે જે એગ્રીમેન્ટ થયેલા છે તેના પરિણામે બંને પ્રદેશો વચ્ચે સહકારિતાનો સેતુ વધુ સુદ્રઢ અને વિસ્તૃત બન્યો છે તેનો આનંદ તેમણે આ મુલાકાત દરમ્યાન વ્યક્ત કર્યો હતો.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું કે, શિક્ષણ, પ્રવાસન, બિનપરંપરાગત ઊર્જા સહિતના ક્ષેત્રોમાં ગુજરાતની જે અગ્રેસરતા છે તેમાં ન્યૂ સાઉથ વેલ્સની સહભાગીતા નવા પરિમાણો ઉમેરી શકે તેમ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની નેમ સાથે વૈશ્વિક પ્રવાહોને સાથે રાખીને વિકાસની નવી દિશા આપી છે. મેઇક ઇન ઇન્ડીયા, મેઇક ફોર ધ વર્લ્ડ નો એમણે જે વિચાર આપ્યો છે તે સૌની ભાગીદારીથી આગળ વધવાનો અભિગમ છે.

    ગુજરાત અને ન્યૂ સાઉથ વેલ્સ આ વિચારને આગળ ધપાવતાં સિસ્ટર સ્ટેટ તરીકે જે ક્ષેત્રોમાં હજુ વધુ સુદ્રઢ સેતુ સ્થાપવો હોય તેમાં આગળ વધી શકે તેમ છે એમ તેમણે ઉમેર્યુ હતું. શ્રીયુત સ્ટુઅર્ટ અયરેસ (Mr. Stuart Ayres) એ આ અંગેનો પ્રતિસાદ આપતાં ઉમેર્યુ કે, તેમના રાષ્ટ્રનું એક બિઝનેસ ડેલિગેશન દર વર્ષે ભારત અને ગુજરાતની મુલાકાતે આવશે અને પરસ્પર વ્યાપારિક વાણિજ્યીક સંબંધોને વધુ આગળ ધપાવશે. તેમણે મુખ્યમંત્રીશ્રીને સિડનીની મુલાકાતે આવવાનું ભાવભર્યુ આમંત્રણ પણ આ તકે પાઠવ્યું હતું.

    તેમણે એમ પણ જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અગાઉની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ડેલિગેશને ભાગ લીધો હતો અને હવે કોવિડ-19 પછીની સ્થિતીમાં યોજાનારી આગામી સમિટમાં પણ તેઓ સહભાગી થવા ઉત્સુક છે. એટલું જ નહિ ગુજરાતમાં મૂડીરોકાણ અને વેપારની જે અનેક તકો રહેલી છે તેનાથી તેઓ પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન ડેલિગેશનને સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવાનું ભાવભર્યુ આમંત્રણ પણ પાઠવ્યું હતું સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિચિન્હ રૂપે આ ડેલિગેશનને ભેટ આપી હતી. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા વગેરે જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply