Skip to main content
Settings Settings for Dark

73મા વન મહોત્સવની ઉજવણી આગામી 12 મી ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમ ખાતે યોજાશે

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ કરાશે. જિલ્લા મથકોએ જિલ્લા પ્રભારી મંત્રીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાશે તેમજ જિલ્લા મથકોએ રોપાઓનું વિતરણ કરાશે

    પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વનવિસ્તાર વધે અને વૃક્ષો પ્રત્યે નાગરિકોમાં લોક જાગૃતિ કેળવાય તે આશયથી જિલ્લા મથકોએ વન મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે આ વર્ષનો ૭૩ મો વન મહોત્સવ સુંરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા ડેમ ખાતે આગામી ૧૨મી ઓગસ્ટના રોજ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે સાંસ્કૃતિક વન- વટેશ્વર વનનું લોકાર્પણ કરાશે.

    પ્રવકતા મંત્રીએ ઉમેર્યુ કે, ધોળીધજા ડેમ ખાતેથી મુખ્યમંત્રીના વરદ હસ્તે ૭૫ જેટલા નમોવનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે. જિલ્લા મથકોએ યોજાનારા જિલ્લાકક્ષાના કાર્યક્રમો જિલ્લા પ્રભારી મંત્રીઓના અધ્યક્ષસ્થાને યોજાશે. જિલ્લા મથકોએ વિનામૂલ્પે રોપાઓનું વિતરણ પણ કરાશે

    તેમણે ઉમેર્યુ કે, “વટેશ્વર વન” ની સ્થાપના ધોળીધજા ડેમ અને વડવાળા મંદિરની નજીક કરવામાં આવી રહી છે. આ વનનુ નિર્માણ આયુષ ઔષધીઓ આધારિત છે. આ વનમાં અદાજે ૭૫૦૦૦ જેટલા રોપાઓનુ વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે,વનવિકાસ અને વનસંવર્ધનના ક્ષેત્રમાં દેશભરના અગ્રેસર રાજયોમાંનું એક આપણું ગુજરાત રાજય છે. ગુજરાતે અનેક ક્ષેત્રે પહેલ કરી દેશને એક નવી રાહ ચીંધીં છે. રાજયની પ્રજાનો ઉત્સાહ અને સહયોગ અદ્રિતીય રહ્યો છે. રાજયમાં ૧૦.૩૫ કરોડ વૃક્ષો વાવેતર વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

    ગુજરાત રાજ્યનું વન વિભાગ વૃક્ષો અને વનો જાળવવા, વૃક્ષ આચ્છાદિત વિસ્તારને વધારવા માટે ખૂબ સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વન વિભાગની સામુહિક યોજનાઓ, મારફતે શાળા અને કોલેજોના કંપાઉન્ડમાં, સરકારી, ખાનગી અને બિન સરકારી સંસ્થાઓના મેદાનમાં, સ્મશાનની જગ્યા ઉપર, તળાવો અને સરોવર ઉપર, રસ્તા, રેલ્વે તથા નહેરકાંઠા પર વનીકરણ કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply