Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરંજ ખાતે વડોદરા- મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણકાર્ય સ્થળની મુલાકાત લીધી

Live TV

X
  • ભારતના સૌથી લાંબા 1350 કિ.મી. એક્સપ્રેસવેનું અંદાજે 98 કરોડના ખર્ચે થશે નિર્માણ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરંજ ખાતે વડોદરા- મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણકાર્ય સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામે પહોંચી એક્સપ્રેસવેના  સમગ્ર પ્રોજેકટની વિગતો મેળવી અને વિડીયો ફિલ્મને પણ નિહાળી હતી.  દેશના સૌથી લાંબા અને સૌથી પહોળા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના ભાગ રૂપે તૈયાર થઈ રહેલા વડોદરા -મુંબઈ એકસપ્રેસ-વેનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ દિલ્હી- મુંબઈ એકસપ્રેસવે ગુજરાતના વિકાસની નવી ચેતના ગણાવી હતી.

    આ એક્સપ્રેસ વેની વિશેષતાઓની વાત કરીએ તો ભારતના સૌથી લાંબા 1350 કિલોમીટર અને અંદાજે 98 કરોડના ખર્ચે તૈયાર થનાર આ દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વે કેન્દ્ર સરકારની ભારતમાલા પરિયોજના હેઠળનો આ મુખ્ય પ્રોજેક્ટ છે. જેનું નિર્માણ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.. આ એક્સ્પ્રેસ વે નિર્માણથી મુસાફરીનો સમય 24 કલાકથી થી ઘટીને 13 કલાક થશે. ગુજરાતમાં 423 કિલોમીટર એક્સપ્રેસ વે  દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાંથી પસાર થાય છે અને આ હાઈવેના નિર્માણથી વાર્ષિક અંદાજિત 320 મિલિયન લિટરથી વધુ ઈંધણની બચત થશે જેથી આયાત બિલ તેમજ કાર્બન ફૂટપ્રિન્ટસમાં ઘટાડો થશે. આ એક્સપ્રેસ-વેના નિર્માણથી રોજગારીની વિપુલ તકો ઉભી થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply