રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 871 નવા કેસ અને 1031 દર્દીને રજા અપાઈ
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 871 નવા કેસ નોંધાયા છે. તેમજ ભાવનગર શહેરમાં એક દર્દીનું મૃત્યુ થયું. આ ઉપરાંત 1031 દર્દીને રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 287, વડોદરામાં 85 કેસ, રાજકોટમાં 73 અને સુરતમાં 72 કેસ, ગાંધીનગરમાં 64 અને મહેસાણામાં 44 કેસ, અમરેલીમાં 29 અને કચ્છમાં 27 કેસ, બનાસકાંઠામાં 21 અને આણંદમાં 16 કેસ, નવસારી અને પાટણમાં 18 કેસ, મોરબી અને વલસાડમાં 13 કેસ, જામનગરમાં 12 અને સુરેન્દ્રનગરમાં 8 કેસ, ભાવનગર,અરવલ્લી, પોરબંદર અને સાબરકાંઠામાં 10 કેસ, ખેડા અને ભરૂચમાં 7 કેસ, પંચમહાલમાં 5, દ્વારકા અને ગીર-સોમનાથમાં 4 કેસ, દાહોદ અને જૂનાગઢમાં 2 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 6246 પર પહોચ્યો છે. આ પૈકી 23 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 6223 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,41,363 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,972 દર્દીના મોત થયા છે.
આજે રાજ્યમાં કુલ 226121 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.73 કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 98.62 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.
