કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી 2 પાકિસ્તાની બોટ ઝડપાઈ, માછીમારો ફરાર
Live TV
-
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સવારે ભારતીય સીમા સુરક્ષા દળ બીએસએફએ પેટ્રોલીંગ કરી રહ્યું હતું ત્યારે હરમીનાળા વિસ્તારમાં બે પાકિસ્તાની બોટને ભારતની સીમામાં પ્રવેશ કરતાં જોતાં તેને ઝડપી પાડી હતી .દરમ્યાન બીએસએફ ને નજીક આવતા જોઈ પાકિસ્તાની માછીમારો બોટ મૂકી ને પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા, બોટ માથી માછલી પકડવાની જાળ અને અન્ય સાધનો જપ્ત કર્યા છે.બોટમથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર વસ્તુ મળી નથી.સમગ્ર મામલે બીએસએફ એ વધુ તપાસ હાથ ધરી છે.
