Skip to main content
Settings Settings for Dark

કોમનવેલ્થ ગેમ્સમાં 7મા દિવસે ભારતના પ્રદર્શનની વિગત, સુવર્ણ અને રજત પદક જીત્યા

Live TV

X
  • સુધીરે પેરાલિફ્ટિંગમાં જીત્યો સુવર્ણ પદક, મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં જીત્યો રજત પદક

    ભારતના સુધીરે પેરા-પાવરલિફ્ટિંગમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં પેરા-પાવરલિફ્ટિંગમાં ભારતનો આ પ્રથમ સુવર્ણ ચંદ્રક હતો. પુરૂષોના હેવી વેટ વર્ગમાં 134.5 પોઇન્ટ સ્કોર કરીને સુધીરે રજત પદક જીત્યો. ભારતનો કોમનવેલ્થ ગેમ્સ 2022માં આ છઠ્ઠો સુવર્ણ પદક છે.

    ભારતના શ્રીશંકર મુરલીએ કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની લાંબી કૂદમાં રજત પદક જીત્યો. 8.08 મીટરની કૂદ સાથે શ્રીશંકરે ભારતને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં એથલેટિક્સમાં આ બીજો પદક અપાવ્યો હતો. શ્રીશંકર મુરલી કોમનવેલ્થ ગેમ્સમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ બન્યો છે. આ પહેલા ભારતના સુરેશ બાબુએ 1978 કોમનવેલ્થ ગેમ્સમાં લાંબી કૂદમાં કાંસ્ય પદક જીત્યો હતો. સુવર્ણ પદક વિજેતા બહામાસના નેર્ને પણ 8.08 મીટરની કૂદ લગાવી હતી પણ તેની બીજી સર્વશ્રેષ્ઠ કૂદ 7.94 મીટર હતી જે શ્રીશંકરની 7.84 મીટર હતી, તેથી ભારતે રજત પદકથી સંતોષ માનવો પડયો હતો.

    બોક્સિંગમાં ભારતે ચાર મેડલ સુનિશ્ચિત કર્યા હતા. પુરૂષ મુક્કેબાજોમાં અમિતે 51 કિલોગ્રામ વર્ગમાં, સાગરે 92+ કિલોગ્રામ વર્ગમાં અને રોહિતે 67 કિલોગ્રામ વર્ગમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યો હતો. મહિલા મુક્કેબાજમાં જેસ્મીને પણ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યો હતો. બોક્સિંગમાં સેમિફાઇલનમાં સ્થાન મેળવવાની સાથે આ ચાર મુક્કેબાજે મેડલ સુનિશ્ચિત કર્યા હતા.

    હોકીમાં પુરૂષ ટીમે વેલ્સને અંતિમ ગ્રુપ મેચમાં 4-1 થી હરાવી પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. સેમિફાઇનલમાં હવે ભારતનો મુકાબલો 6 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકા 
    સામે થશે. મહિલા હોકીમાં આજે 5 ઓગસ્ટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ મુકાબલો રમાશે.

    બેડમિન્ટનમાં પીવી સિંધુ, કે શ્રીકાંત અને લક્ષ્ય સેને એકલ વર્ગના મુકાબલામાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. અશ્વિની-સુમીથની જોડીની મિક્સડ ડબલ્સ વર્ગમાં હાર થઇ હતી.

    એથલેટીક્સમાં હિમા દાસે 200 મીટરની દોડમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

    ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ તેના એકલ વર્ગના મુકાબલામાં જીત સાથે શરૂઆત કરી હતી. પુરૂષોના ડબલ્સ વર્ગમાં સનિલ શેટ્ટી-હરમિત દેસાઇ અને શરથ કમલ-જી સાથિયાનની જોડીએ અને મિક્સડ ડબલ્સ વર્ગમાં સાથિયાન-મનિકાની જોડીએ જીત મેળવી હતી.

    સ્ક્વોશમાં ટોચ ક્રમાંકિત દિપિકા-સૌરવની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જોશ્ના-હરિંદરની મિક્સ્ડ ડબલ્સની જોડી પ્રતિયોગિતામાંથી બહાર થઇ ગઇ હતી.  
    અનાહત-સુનૈનાની જોડીની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હાર થઇ હતી. મહિલા ડબલ્સમાં દિપિકા-જોશ્નાએ ક્વાર્ટરમાં સ્થાન મેળવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply