રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો, આગામી 5 દિવસ માટે વરસાદ પડવાની આગાહી
Live TV
-
રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. થોડા દિવસ વિરામ લીધા બાદ, હવે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધુ રહેશે અને અહીં આજથી વરસાદ પડશે. તો 6 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની પણ સંભાવના છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરમ્યાન અરવલ્લી જિલ્લાના ધનસુરા, મેઘરજ અને ભિલોડામાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ધનસુરા નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ભિલોડા તાલુકાના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભિલોડાના લીલછા, ખલવાડ અને માંકરોડામાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધનસુરામાં બે દિવસમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
