મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતો માટે મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાં વધારો કરવાનો નિર્ણય
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું કે, શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવોની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે.
પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ; વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે. જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે ૧૬ એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આર્મીમાં ફરજ બજાવતા ગુજરાતના ગેલેન્ટરી કે સર્વીસ મેડલ ધારક જવાનોને રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવતા રોકડ પુરસ્કારમાં વધારો કરવા અંગેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીએ આપી હતી.
