Skip to main content
Settings Settings for Dark

રાજ્યની પાંચ નગરપાલિકાઓને સ્વર્ણિમ જ્યંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસ કામો માટે ૮૫ કરોડ રૂ. મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વિવિધ જનસુખારીના આયોજનબદ્ધ કામો હાથ ધરી ઈઝ ઓફ લીવીંગ વધારવાની નેમ સાથે પાંચ નગરપાલિકાઓને રૂ. ૮૫ કરોડના વિકાસ કામો હાથ ધરવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.

    સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રીએ ધ્રાંગધ્રા, માણસા, કડી, વડનગર અને બાવળા નગરપાલિકામાં આ કામો હાથ ધરવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવપલપમેન્ટ મિશન દ્વારા રજૂ થયેલી દરખાસ્તોને અનૂમતિ આપી છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ધ્રાંગધ્રા નગરપાલિકા વિસ્તારના માનસર તળાવના બ્યુટિફીકેશન માટે રૂ. ૪.૨૫ કરોડ આગવી ઓળખ ઘટકના કામો માટે મંજૂર કર્યા છે. એટલું જ નહી માણસા નગરપાલિકા વિસ્તારના ચન્દ્રાસર તળાવના બ્યુટિફીકેશન માટે તેમણે રૂ. ૪.૮૭ કરોડના કામો મંજૂર કર્યા છે. ૨૪૮ એકરમાં ફેલાયેલા ચન્દ્રાસર તળાવના બ્યુટિફીકેશન અન્વયે પ્લાન્ટેશન, વોક વે, વરસાદી પાણી માટે ઈન્લેટ પાઈપ, ગાર્ડન, લેન્ડસ્કેપીંગ અને તળાવ નવીનીકરણ માટે આ રકમ ઉપયોગમાં લેવાશે.  

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમજ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં  રૂ. ૪૪.૮૩ લાખના ખર્ચે ૯ કામો હાથ ધરવાની કડી નગરપાલિકાને મંજૂરી આપી છે. તદઅનુસાર, આર.સી.સી. રોડ, પાણીની લાઈન, તથા પેવર બ્લોકના કામો  દ્વારા ૪૫૮ કુટુંબોને લાભ અપાશે. 

    મુખ્યમંત્રીએ આ ઉપરાંત, મહેસાણા જિલ્લાની વડનગર નગરપાલિકા વિસ્તારના ૫૦૫૧ ઘરોની ગટર લાઈનોને મુખ્ય ગટર સાથે જોડવા રૂ. ૩ કરોડ ૫૩ લાખ ૫૭ હજાર રૂપિયા મંજૂર કર્યા છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ  યોજના અંતર્ગત જન ભાગીદારી ઘટક તહેત ખાનગી સોસાયટીના ઘરોની ગટર લાઈન સાથે  જોડાયેલી ન હોય તેવી સોસાયટીના ઘરને પરિવાર દીઠ રૂ. ૭ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે
     
    આ સહાયરૂપે વડનગર નગરપાલિકાને ૫૦૫૧ ઘરોના ગટર જોડાણ પેટે રૂ. ૩.૫૩ કરોડની રકમ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ગાંધીનગર દ્વારા અપાશે. મુખ્યમંત્રીએ આ કામો ઉપરાંત બાવળા નગરપાલિકાની ભુગર્ભ ગટર યોજના માટે ૭૧.૮૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. બાવળા નગરપાલિકાના ગામતળ વિસ્તારમાં હયાત ભૂગર્ભ લાઈન અંદાજે ૨૫ વર્ષ જૂની છે.
    એટલું જ નહી બાવળા નગરપાલિકાને ૧૦ ઝોનમાં વહેંચવામાં આવેલી છે. અગાઉ, નગરપાલિકામાં ૨૦૧૫ના વર્ષમાં પૂર્ણ થયેલ ભૂગર્ભ ગટર યોજનામાં ગામતળની જૂની ગટર વ્યવસ્થા હોવાથી ઝોન ૧ થી ૫નો સમાવેશ થયેલો નહતો.  

    બાવળા નગરપાલિકામાં ૨૬ કિ.મી.નું નેટવર્ક કાર્યરત છે. તેમજ હાલની ૯૦,૧૪૦ની વસ્તીમાંથી ૪,૩૭૫ ઘરોને આ સૂચિત  યોજનામાંથી ગટર જોડાણનો લાભ મળશે. મુખ્યમંત્રીએ આપેલી આ ગટર  યોજનાના કામોની સૈધ્ધાંતિક મંજૂરીના પરિણામે પ્રવર્તમાન અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ વ્યવસ્થાને સુદ્રઢ  બનાવવા સાથે નવીન વિકસીત વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવશે. 

    આ સૂચિત ભૂગર્ભ ગટર યોજનામાં સીવર કલેક્ટીંગ સિસ્ટમ, હયાત બ્લોકેજ લાઈન તથા પંપીંગ મશીનરી દૂર કરવી, હાઉસ કનેક્શન, રાઈઝીંગ મેઈન,પંપીંગ સ્ટેશન તથા મશીનરી, રોડ રિસરફેસીંગ, કમ્પાઉન્ડ વોલ તેમજ નવીન વિસ્તાર ઝોન-ડીમાં  STP વગેરેના કામો હાથ ધરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply