મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં રામ વન, ઈલેક્ટ્રીક ચાર્જિંગના લોકાર્પણની સાથે પ્રસિદ્ધ લોકમેળાનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
રામ વન, ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન અને બીજી 23 ઈલેક્ટ્રીક બસ તેમજ વિવિધ વિકાસ કામનું લોકાર્પણની સાથોસાથ પ્રસિદ્ધ લોકમેળાનું ઉદ્ઘાટન કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં આજી ડેમ સ્થિત રામ વન, ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન અને બીજી 23 ઈલેક્ટ્રીક બસ તેમજ વિવિધ વિકાસ કામનું લોકાર્પણની સાથોસાથ પ્રસિદ્ધ લોકમેળાનું ઉદ્ઘાટન કરશે. રામ વનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને 28 ઓગસ્ટ સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. રાજકોટ શહેરમાં આજી ડેમ પાસે 47 એકર જમીનમાં 13 કરોડ 77 લાખ રૂપિયાના ખર્ચે રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રામાયણના વિવિધ પ્રસંગોને આવરી લેતા સ્કલ્પ્ચર, મૂર્તિઓ તેમજ થીમ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત મિયાવાકી પદ્ધતિથી 80 હજાર જેટલા વૃક્ષોનું પ્લાન્ટેશન કરાયુ છે. આ ઉપરાંત રૂ.11.63 કરોડના ખર્ચે 80 ફૂટના રોડ પર ઈલેક્ટ્રીક બસનું ચાર્જિંગ સ્ટેશન પણ ઉભું કરાયું છે. આ ચાર્જીંગ સ્ટેશનમાં 3100 વોટનું HT વીજ કનેક્શન, 2500 વોટનું ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, 240 કિલો વોટના 14 ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વગેરે સહિતની સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે. નોંધનીય છે કે, અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 23 ઇલેક્ટ્રિક બસ શરૂ કરાઈ હતી. મુખ્યમંત્રીના હસ્તે અન્ય 23 ઇલેક્ટ્રીક બસને લીલી ઝંડી આપવામાં આવશે.
