ધરોઇ જળાશયની જળ સપાટી 80 ટકા સુધી પહોંચી, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા
Live TV
-
ગુજરાતના ચાર જિલ્લા સહિત 45 થી વધારે શહેરો માટે પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં.
સમગ્ર ઉત્તર ગુજરાતની જીવાદોરી બની રહેલા ધરોઇ જળાશયની જળ સપાટી 80 ટકા સુધી પહોંચતા આજે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આગામી બે કલાક બાદ 10,000 થી 15,000 પાણી પણ છોડવામાં આવનાર છે. ધરોઈ ડેમની જળ સપાટી હાલમાં 616 ફૂટે પહોંચી હતી તેમજ ધરોઇ ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે જો કે, હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં 1 લાખ ક્યુસેકથી વધારે પાણીની આવક થઈ રહી છે ત્યારે આગામી સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને 10,000 થી 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. ધરોઈ જળાશય યોજનાની સપાટી 80% સુધી પહોંચતા હવે ઉત્તર ગુજરાતમાં પાણીનું જળશંકટ ટળી ચૂક્યું છે. ગત વર્ષે માત્ર 40% જેટલું પાણી ધરોઈ જળાશયમાં આવ્યું હતું. આ વર્ષે 80 ટકા સુધી જળસ્તર પહોંચતા હવે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા સહિત 45 થી વધારે શહેરો માટે પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં.
